કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું-'રાજ્ય સરકારે CAA લાગુ કરવો જ પડશે', ભાજપે કહ્યું- Welcome

રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીના નિવેદનથી કોંગ્રેસમાં જ ખળભળાટ મચી ગયો છે. નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના નિવેદન પર હવે ભાજપના નેતાઓ પણ સીપી જોશીને અભિનંદન પાઠવી રહ્યાં છે.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું-'રાજ્ય સરકારે CAA લાગુ કરવો જ પડશે', ભાજપે કહ્યું- Welcome

જયપુર: રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીના નિવેદનથી કોંગ્રેસમાં જ ખળભળાટ મચી ગયો છે. નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાના નિવેદન પર હવે ભાજપના નેતાઓ પણ સીપી જોશીને અભિનંદન પાઠવી રહ્યાં છે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીષ પુનિયાએ સશિ થરુર અને કપિલ સિબ્બલ જેવા કોંગ્રેસના નેતાઓના નિવેદનનો હવાલો આપ્યો જેમણે કાયદાની મજબુરીના પગલે સીએએ લાગુ કરવાની વાત કરી હતી. 

— ANI (@ANI) February 9, 2020

સતિષ પૂનિયાએ કહ્યું કે 'હું સીપી જોશીજીનું સ્વાગત કરું છું અને તેમને શુભેચ્છા પાઠવું છે કે તેમણે નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું'. તેમણે વધુમાં કહ્યું કે 'આ અગાઉ પણ અનેક કોંગ્રેસના નેતાઓ જેમ કે શશિ થરુર, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ અને કપિલ સિબ્બલ પણ કહી ચૂક્યા છે કે નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવો જ પડશે.'

હકીકતમાં સી પી જોશીએ શુક્રવારે ઉદયપુરમાં થયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAAને દરેક રાજ્યએ લાગુ કરવો જ પડશે. સીપી જોશીએ વધુમાં કહ્યું હતું કે નાગરિકતા કાયદો રાજ્યનો નહીં પરંતુ કેન્દ્રનો વિષય છે. આવામાં કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા કાયદાને રાજ્યોએ લાગુ કરવો જ પડશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી અશોક ગહેલોત અગાઉ સીએએ અને એનઆરસીને રાજ્યમાં લાગુ ન કરવાની વાત કરી હતી. રાજ્ય સરકારે તેના વિરુદ્ધ વિધાનસભામાં સંકલ્પ પણ પાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news